

મોરબીના ત્રાજપર ખારી ખાતે અગમ્ય કારણોસર યુવકે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના ત્રાજપર ખારી રામકુવા વારી શેરી મોરબી ૦૨ ખાતે રહેતા ૩૪ વર્ષીય રવી પરષોતમભાઇ રાઠોડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો હતો. જેને પગલે પરિવારજનો દ્વારા તેને શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે રવિને મૃત જાહેર કર્યો હતો.જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


