

હળવદના જુના દેવડીયા નજીક શોર્ટ સર્કિટને પગલે કારમાં આગ ભભૂકી હતી. જેને પગલે કારમાં મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી હતી.જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
બનાવની મળતી વિગતો અનુસાર તા.૧૪/૧૨/૨૦૨૩ના રોજ જુના દેવળીયા ખાતે ભરતભાઇ નારાયણભાઇ નાંઘાની માલિકીની બોલેરો કાર રજીસ્ટર નંબર જિજે ૩૬ વી ૦૫૩૮માં અચાનક કોઇ કારણોસર આગળના બોનેટમાં અવાજ આવ્યો હતો. અને વાયરીંગમાં શોક શર્કીટ થવાના કારણે કારમાં આગ લાગી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો પરંતુ આગને પગલે કારમાં મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી હતી. આ મામલે હળવદ પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામા આવી હતી.

