મોરબીના જેતપર ગામે જુના મનદુઃખનો ખાર રાખી મારામારી, સામસામી ફરિયાદ

મોરબી તાલુકાના જેતપર ગામે સામાન્ય બાબતે બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જતા મારમારી થઇ હતી જે મામલે બંને પક્ષોએ મોરબી તાલુકા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવી છે.

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા જયંતિ ભગવાનજીભાઈ જાકાસણીયા તેનું મોટર સાઇકલ લઈને પોતાની વાડી જતા હોય દરમિયાન આરોપી ચતુર ઘનજીભાઈ કોળીએ મોટર સાઇકલ ઉભું રખાવીને ગાળો આપી આરોપી કિશોર કોળીએ સાથે મળીને જયંતિભાઈ અને સાહેદોને ઢીકાપાટુંનો માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં જયંતીભાઈએ નોંધાવી છે.

તો સામાપક્ષે કિશોર બચુભાઈ કોળી (ઉ.૨૮) તથા સાહેદો પાન-માવા ખાવા ગયેલ હોય અને આરોપી જયંતિ ભગવાનજીભાઈ જાકાસણીયા અને ભગવાનજી નાગજીભાઈ જાકાસણીયા એ છ માસ અગાઉ પડેલ જુગારમાં પકડાયેલ હોય અને બાતમી ફરી કિશોરભાઈએ આપેલ હોય જેનું મનદુઃખ રાખી કિશોર અને સાહેદને ઢીકાપાટુંનો  મારમારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે બંને પક્ષોનો ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat