મહાકાળી આશ્રમ યોજાયેલ દેવી ભાગવત કથાના મહેમાન બન્યા મુખ્યમંત્રી રૂપાણી, જાણો શું કરી જાહેરાત ?

હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી આશ્રમે યોજાયેલ દેવી ભાગવત કથામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મહેમાન બન્યા હતા.આશ્રમના 125 વર્ષથી મોટી ઉંમરના મહંત દયાનંદગિરી બાપુના આશીર્વાદ મેળવી સમગ્ર આશ્રમની અને ધાર્મિક પ્રદશનની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી રૂપાણીની સાથે તેમના ધર્મપત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીનું સ્વાગત મહાકાળી આશ્રમના લઘુ મહંત અમરગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું.બાદમાં મુખ્યમંત્રીએ કથાનું રસપાન કર્યું હતું.

આ તકે સીએમએ પોતાના પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે સતા ભોગવવા માટે નથી હોતી લોકોના કામ કરવા માટે હોય છે, ગુજરાત સરકાર સતા સ્થાને બેસી સદાય લોકોના હિતમાં કામ કરી રહી છે.અમારી સરકાર ભ્રષ્ટાચાર નિર્મૂલનની દિશામાં આગળ ધપી રહી છે ગુજરાત સરકારે પેટ્રોલપમ્પ, હોટલ વગેરેમાં લાયસન્સ પ્રથા રદ કરી લોકો ઈમાનદારીથી પોતાના વ્યવસાય કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી હોવાનું જણાવી હતું અને ખેડૂતનો પ્રશ્ન હોય કે સામાન્ય માણસનો પ્રશ્ન હોય સંવેદનશીલ સરકાર સંવેદના બતાવી રહી છે.આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચરડવામાં આરોગ્યકેન્દ્ર શરૂ કરવા સરકાર પ્રયત્નશીલ હોવાનું તથા જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.સીએમની આ મુલાકાત દરમિયાન સાધુ-સંતો, રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો જોડાયા હતા.તેમજ અંતે જણાવ્યું હતું કે નોમ્સને આધારે કેન્દ્રની ટીમ અછતગ્રસ્ત જાહેર કરતી હોય છે

જુઓ એક્સ્ક્યુઝીવ ઈન્ટરવ્યું

Comments
Loading...
WhatsApp chat