


મોરબી તાલુકામાંથી પાંચ વર્ષ પૂર્વે ગમ થયેલ સગીરાને એસઓજી સ્ટાફે બહાદુરગઢ ગામની સીમમાંથી શોધી કાઢી અપહરણ કરનાર શખ્સને ઝડપી લીધો હતો
મોરબી પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાની સૂચના મુજબ જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મોરબી એસ.ઓ.જી.મળેલ હકિકત આધારે તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં આવેલ અવધ માઇક્રો કલે નામના કારખાનામાં તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનો વર્ષ ૨૦૧૩ નો અપહરણ સહિતના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઘનશ્યામ ઉર્ફે નિલેશ જાદવજીભાઇ સીહોરા જાતે કોળી ઉ.વ.૩૦ વાળો મળી આવતા રોજ ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસને સોંપી આપ્યો હતો. સાથે સાથે સગીરા યુવતીને તેમના વાલી વારસને સોંપવામાં આવી હતી.