BCG ચુંટણી માટે મોરબી બાર એસોના સભ્યોની પોલીંગ ઓફિસર, સહાયક પોલીંગ ઓફિસરની નિમણુક


બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચુંટણી હ્યોજાનાર છે જેમાં એક પોલીંગ ઓફિસર અને ચાર સહાયક પોલીંગ ઓફિસર તેમજ બે પટ્ટાવાળાની ઠરાવ કરી નિમણુક કરવા પત્ર મોકલ્યો હતો જે અન્વયે મોરબી બાર એસો દ્વારા સર્વાનુમતે ઠરાવ કરી પોલીંગ ઓફિસર અને સહાયક પોલીંગ ઓફિસર સહિતની નિમણુક કરવામાં આવી છે
મોરબી બાર એસોના ભટ્ટ ભાવેશભાઈને પોલીંગ ઓફિસર તેમજ સહાયક પોલીંગ ઓફિસર તરીકે શંખેસરીયા કલ્પેશભાઈ, કણઝારીયા ચિરાગભાઈ, ગોલતર રાહુલભાઈ અને પટેલ હર્ષભાઈની નિમણુક કરવામાં આવી છે તેમજ પટ્ટાવાળા તરીકે મકવાણા કિરણભાઈ અને સેઠ રાજેશભાઈની નિમણુક કરવામાં આવી છે

