

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
વાંકાનેરના ભોજપરામાં અકસ્માત થયો હતો અને બાળકીને ઈજા થયા બાદ બે પક્ષ વચ્ચે બોલાચાલી ને મારામારી થઇ હતી જે બનાવ મામલે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેરના ભોજપરાના રહેવાસી જેનમબેન નિજામભાઈ માથકીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી રોહિત રાજેશ કોળીએ પોતાનું મોટરસાયકલ નં જીજે ૩૬ પી ૩૬૪૮ પુરઝડપે ચલાવી ફરિયાદીની દીકરી મહેવીસ (ઉ.વ.૩) વાળી શેરીમાં રમતી ઠોકરે લેતા ઈજા કરી હતી અને મોટરસાયકલ ચલાવવા વાળો આરોપી રોહિત કોળી તેમજ જયેશ કાળુભાઈ, આનંદ, હર્ષદ રતિલાલ, શૈલેશ વાલજી, વિક્રમ રહે બધા મોટા ભોજપરા વાંકાનેર વાળાએ લાકડી અને પાઈપ વડે માર મારી રીજ્વાનાને લાફો મારી તેમજ રીયાઝ અહેમદ અને એજાઝ અહેમદને માર મારી ઈજા કરી છે
જયારે સામાપક્ષે રજનીક ઉર્ફે રોહિત રાજેશ કોળીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી અને સાહેદ હિતેશ પ્રેમજી વિંજવાડિયા આરોપીના ઘર પાસેથી મોટરસાયકલ લઈને નીકળતા અકસ્માત થયો હતો અને હિતેશ પ્રેમજી ભાગી જતા ફરિયાદી રોહિત કોળી પકડાઈ જતા આરોપીઓ નિજામ ઈસ્માઈલ, નિજામનો ભાઈ, અબ્બાસ ઈબ્રાહીમ, જેનમબેન નીજમ્ભાઈ માથકીયા રહે ચારેય મોટા ભોજપરા વાંકાનેર વાળાએ છુટા પથ્થરના ઘ કરી ઈજા કરી તેમજ મોટરસાયકલ પછાડી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે

