મોરબીની ત્રાજપર ચોકડી નજીક ઓફીસના પાંચમાં માળેથી પડી જતા કર્મચારીનું મોત

 

ત્રાજપર ચોકડી નજીક આવેલ ઓફીસના પાંચમાં માળેથી નીચે પટકાતા કર્મચારીનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના માધાપર શેરી ૨૪ માં રહેતા ગણેશભાઈ માવજીભાઈ પરમાર (ઉ.વ.૪૦) વાળા ગત તા. ૨૦ ના રોજ બપોરે ત્રાજપર ચોકડી શિવ અજંતા કોર્પોરેશન હાઉસના પાંચમાં માળેથી કોઈ કારણોસર નીચે પડી જતા મોત થયું હતું બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે બનાવ અંગે એમ આર ચૌહાણે જણાવ્યું હતું કે કર્મચારી સફાઈ કરતી વખતે પાંચમાં માળેથી નીચે પડી જતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.