માળિયા-જામનગર હાઈવે પર ટ્રકની ઠોકરે રાહદારી યુવાનને ઈજા

 

માળિયા જામનગર હાઈવે પર માતા અને પુત્ર રોડ સાઈડમાં ઉભા રહીને વાહનની રાહ જોતા હતા ત્યારે ટ્રક ચાલકે પુરઝડપે ચલાવી રોડ સાઈડમાં ઉભેલા યુવાનને હડફેટે લઈને માથા અને હાથમાં ઈજા પહોંચાડી હતી

 

માળિયાના બોડકી ગામે રહેતા રોશનબેન સલેમાનભાઈ કૈડા (ઉ.વ.૫૫) ટ્રક જીજે ૧૨ એઝેડ ૯૬૬૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪ ના રોજ ફરિયાદી રોશનબેન અને પુત્ર એઝાદ બંને માળિયા જામનગર હાઈવે પર સરદારનગર ગામ પાસે રોડ સાઈડમાં ઉભા રહીને વાહનની રાહ જોતા હતા ત્યારે ટ્રક ચાલકે પુરઝડપે ચલાવી નીકળતા ફરિયાદીના દીકરા એઝાદને હડફેટે લઈને ફંગોળતા એઝાદને પગમાં ઢીંચણ તેમજ માથાના પાછળના ભાગે અને ડાબા હાથના હથેળીના ભાગે નાની મોટી ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી ચેહ

 

Leave A Reply

Your email address will not be published.