મોરબીના ગાળા ગામ નજીક સિમેન્ટ ભરેલ ટ્રક પલટી મારી ગયો

 

મોરબી-માળિયા હાઇવે પર ગાળા ગામ નજીક સિમેન્ટ ભરેલ ટ્રક પલટી મારી ગયો હતો જે અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો ટ્રક પલટી મારી જતા સિમેન્ટના બાચકા રોડ પર પથરાઈ ગયા હતા અકસ્માતને પગલે એક તરફનો રોડ બંધ કરવાની ફરજ પડી હતી જેથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી બનાવને પગલે હાઈવે ઓથોરીટીના વાહનો દોડી ગયા હતા અને ટ્રાફિક ક્લીયર અને અકસ્માતગ્રસ્ત વાહન ખસેડવા સહિતની કામગીરી શરુ કરવામાં આવી હતી સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી

 

Leave A Reply

Your email address will not be published.