ગાયને રોટલી નાખવા બાબતે આધેડ મહિલાને લાકડી ફટકારી  

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે ગાયને રોટલી નાખવા બાબતે આધેડ મહિલાને લાકડી વડે માર માર્યો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચાલવી છે.

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે રહેતા જયશ્રીબહેન વિઠ્ઠલભાઈ કોટેચા(ઉ.૫૫) સવારના સુમારે ગાયને રોટલી નાખવા જતા હોય દરમિયાન તેના પતિ વિઠ્ઠલભાઈ સાથે જાદવવાલાભાઈ ચૌહાણએ ગાયને રોટલી નાખવા બાબતે બોલાચાલી કરતા જયશ્રીબહેન જાદવવાલાભાઈને સમજાવવા જતા આરોપી જાદવવાલાભાઈએ તેણીને ગાળો આપીને લાકડી વડે કપાળના ભાગે થતા માથાના ભાગે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat