

ભારતરત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલજીના દુખદ અવસાનને એક માસ પૂર્ણ થયું છે ત્યારે સ્વ. અટલજીની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે જીલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
કવિ હૃદય સ્વ અટલજીની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે જીલ્લા ભાજપ દ્વારા ટાઉન હોલ ખાતે કાવ્યાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના ભાજપ અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કવિઓએ કવિતાના સુર રેલાવીને કાવ્યાંજલિ પાઠવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા



