મોરબીના સાવસર પ્લોટમાં ઘર પાસેથી પાર્ક કરેલું મોટરસાયકલ ચોરાઈ ગયું

મોરબી પંથકમાં વાહનચોરી કરતી ગેંગનો તરખાટ યથાવત છે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાંથી વધુ એક બાઈક ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના સાવસર પ્લોટ શેરી નં ૦૩ ના રહેવાસી અમિતભાઈ ભાણજીભાઈ ઉધરેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૪ ના રોજ રાત્રીના ૧૦ વાગ્યાથી તા. ૧૫ ના સવારે ૦૭ : ૩૦ કલાક દરમિયાન તેના ઘર પાસે પાર્ક કરેલું મોટરસાયકલ નં જીજે ૦૩ ડીએલ ૫૬૩૭ કીમત ૧૬ હજાર વાળું અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે એ ડીવીઝન પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat