ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા શ્રમિક પરિવારના બાળકો સાથે અનોખી ઉજવણી

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઘૂટું રોડ પર આવેલી ચિંતન વિદ્યાલયમાં સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાની આસપાસ ફેકટરીમાં કામ કરતા બાળકો અભ્યાસ કરે છે તે શ્રમિક પરિવારના બાળકો સાથે શિસ્તપૂર્વક ધ્વજવંદન કર્યા બાદ દેશભક્તિ, સ્વાગતગીત સહિતના કાર્યક્રમો ઉજવાયા હતા

ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા દરેક બાળકોને વિવિધ પુરસ્કાર અને નાસ્તો આપવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના ટ્રસ્ટી કિશોરસિંહ તેમજ પ્રિન્સીપાલ જાડેજાએ સહકાર આપ્યો હતો કલબના બહેનોએ શાળાના શિસ્ત અને સંચાલનના વખાણ કર્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ શોભનાબા ઝાલા, સેક્રેટરી શેતલબા, મયુરીબેન ધ્વનીબેન, જયશ્રીબેન અને પ્રફુલાબેન સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

Comments
Loading...
WhatsApp chat