



મોરબીના લાયન્સનગરમાં અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતા અઢી વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીનાં લાયન્સનગરમાં રહેતા વિજયભાઈ કબીરાની અઢી વર્ષની દીકરી નિહારિકા અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસ મથકના મનસુખભાઈ દાફડા વધુ તપાસ ચલાવી રહ્યા છે. તો માસૂમ બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે



