પાટડી ઉદાસી આશ્રમમાં જગાબાપાની 13મી પુણ્યતિથિ નિમિતે ભવ્ય ભાવવંદના કાર્યક્રમ

લોક ડાયરામાં ગુજરાતના અગ્રણી 15થી વધુ કલાકારો દ્વારા સંતવાણીની રમઝટ શોભાયાત્રા, યજ્ઞ અને મહાપ્રસાદ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે

 

પાટડી સ્થિત ઉદાસી આશ્રમ ખાતે પરમ શ્રદ્ધેય સિદ્ધ યોગી જોગી સદગુરુ જગાબાપાની 13મી પુણ્યતિથિ નિમિતે તા. 22 માર્ચ 2026, રવિવારના રોજ ભવ્ય ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી જગદીશ મહાદેવ તપોભૂમિ તરીકે જાણીતી આ પવિત્ર સ્થળે જગાબાપાની સંત સમાધિ પર ભાવિકો માટે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દિવસભર આધ્યાત્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જાશે.

🕉️ કાર્યક્રમની રૂપરેખા:

સવારે 7:30 કલાકે યજ્ઞ પ્રારંભ

સવારે 10:15 કલાકે મૂર્તિ પૂજન,બપોરે 1:30 કલાકે ભવ્ય શોભાયાત્રા,સાંજે 4:00 કલાકે મહાપ્રસાદ,રાત્રે 9:00 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે લોક ડાયરો આકર્ષણનું કેન્દ્ર: લોક ડાયરામાં ગુજરાતના જાણીતા કલાકારો સંતવાણી અને લોકસાહિત્યની રજૂઆત કરશે. જેમાં માયાભાઈ આહીર, જીનેશ બારોટ, ગમન સાંથલ, ફરીદા મીર, ઉમેશ બારોટ, વિજય સુવાડા, દેવ પગલી, હકાભા ગઢવી સહિત અનેક કલાકારો હાજરી આપશે.

તેમજ દડુભા કરપડા, જયમંત દવે, શિવરાજ ગઢવી, ઋષભ આહીર, ઉદય ધાંધલ, મેરૂ રબારી અને રવિન્દ્ર સોલંક જેવા કલાકારો પણ કાર્યક્રમને રંગીન બનાવશે કાર્યક્રમનું સંચાલન કુશા મહારાજ અને દાદુભાઈ રબારી દ્વારા કરવામાં આવશે, જ્યારે ચાંદ મીર એન્ડ ગ્રુપ દ્વારા સંગીત સહકાર આપવામાં આવશે. શોભાયાત્રામાં ડીજે કલાકારો દ્વારા ખાસ રમઝટ બોલાવશે,આ ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગે સીતારામ પરિવાર દ્વારા સર્વે ભાવિક ભક્તોને ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.તારીખ: 22/03/2026 (રવિવાર) સ્થળ: ખારાઘોડા રોડ, પાટડી, તા. દસાડા, જી. સુરેન્દ્રનગર

આ કાર્યક્રમ ધાર્મિક ભાવના અને લોકસંસ્કૃતિનો અનોખો સમન્વય બની રહેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉદાસી આશ્રમના મહંત શ્રી ભાવેશ બાપુ તથા સીતારામ પરિવાર  ભારે જેહમત ઉઠાવી રહ્યો છે.

મયુર રાવલ હળવદ

Leave A Reply

Your email address will not be published.