મોરબીની નવલખી ચેક પોસ્ટ પરથી દારૂ ભરેલ કાર ઝડપાઈ

 

મોરબી ની નવલખી ફાટક ચેક પોસ્ટ પર થી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડીને એક શખ્સને અટક કરી મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

 

મળતી માહિતી મુજબ મોરબીની નવલખી ફાટક ચેક પોસ્ટ પર બી ડીવીઝનની ટીમ ચેકીંગમાં હોય દરમિયાન હ્યુન્ડાઈ આઈ-૨૦ કાર જીજે ૩ ડીએન ૮૬૬૭ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૧ કીમત રૂ.૬૩૦૦ મળી આવતા કાર ચાલક સાગરભાઈ કાન્તીભાઈ પલાણ (ઉ.૩૦) રહે-સેન્ટમેરી સ્કુલ પાછળ મોરબી ની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો સાગર વિદેશી દારૂનો જથ્થો આરોપી ભાવેશ બાવાજી રહે-સામખીયારી પાસેથી લઇ આવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે તો આમ મોરબી બી ડીવીઝન પોલીસે કુલ મુદામાલ કીમત રૂ.૧,૦૬,૩૦૦ નો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat