મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર- એસ.પી. કચેરીની મુલાકાત લીધી

 શસ્ત્રોનું પ્રદર્શન, ડોગ શો, હોર્સ રાઈડીંગ અને એસ.પી.ના પ્રેરણાદાયી સંવાદથી બાળકોમાં ખીલી ઉઠ્યા

 

 

બાળકોમાં કાયદાકીય જાગૃતિ કેળવાય, પોલીસ વિભાગની કામગીરીથી તેઓ માહિતગાર થાય અને તેમનામાં અનુસાસન તથા સાહસની ભાવના વિકસે તેવા ઉમદા આશયથી ગત તા. ૦૩/૧૧/૨૦૨૬ ના રોજ મોરબી સ્થિત ‘ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય’ અને ‘શ્રી કનકેશ્વરી દેવી ગુરુ પૂજ્ય કેશવાનંદ બાપુ ટ્રસ્ટ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ’ ના કુલ ૧૧૮ બાળકો દ્વારા મોરબી પોલીસ હેડક્વાર્ટર તથા પોલીસ અધિક્ષકની કચેરીની મુલાકાત લેવામાં આવી હતી.

 

આ વિશેષ મુલાકાત વખતે મોરબી પોલીસ અધિક્ષક મુકેશ પટેલે બાળકો સાથે હૂંફભર્યો સંવાદ કરી તેમને ટ્રાફિકના નિયમોની સમજ આપી હતી. સાથે જ બાળકોને અભ્યાસમાં પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવા અને વ્યસનોથી હંમેશા દૂર રહેવા માટે અનુરોધ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન બાળકોને પોલીસ વિભાગની કાર્યપદ્ધતિ, ગુનાખોરી અટકાવવા લેવાતા પગલાં તેમજ નાગરિકોની સુરક્ષામાં પોલીસની ભૂમિકા અંગે સવિસ્તાર સમજ આપવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે બાળકોને આર્મ્સ એમ્યુનિશન વિભાગમાં વિવિધ આધુનિક હથિયારો બતાવી તેની વિશેષ જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકો માટે રોમાંચક એવા હોર્સ રાઈડીંગ અને ડોગ શોનું નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ રમતો રમાડી આનંદ-પ્રમોદનું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

 

Leave A Reply

Your email address will not be published.