રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈ યોજાશે

 

રોટરી ક્લબ મોરબી દ્વારા તા. ૦૬ ને શુક્રવારે બપોર ૨ : ૩૦ થી સાંજે ૬ કલાક સુધી મયુર પુલ, ફૂટપાથ ઉપર મોરબી ખાતે ઓપન મોરબી રંગોળી હરીફાઈ ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું છે જે સ્પર્ધામાં રજીસ્ટ્રેશન નિશુલ્ક છે

 

સ્પર્ધામાં ભાઈઓ, બહેનો અને બાળકો ભાગ લઇ શકશે સ્પર્ધા બે અલગ અલગ કેટેગરી ૫ થી ૧૫ વર્ષ અને ૧૫ વર્ષથી ઉપરની ઉમરમાં યોજાશે બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવશે દરેક સ્પર્ધકોને રોટરી ક્લબ મોરબી દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવશે રંગોળી માટેની દરેક જરૂરી વસ્તુ સ્પર્ધકે પોતાને ખર્ચે લાવવાની રહેશે રંગોળીની સાઈઝ ૪ ફૂટ X ૪ ફૂટ રહેશે

 

સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે રજીસ્ટ્રેશન માટે અમિતભાઈ પટેલ મો ૯૦૩૩૩ ૪૪૧૬૬, ગીતાબેન દોશી મો ૯૮૨૪૦ ૯૫૭૭૭ અને બંસીબેન શેઠ મો ૯૩૭૬૬ ૫૨૩૬૦ પર સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.