રફાળેશ્વર જીઆઈડીસીમાં બંધ કારખાનામાંથી ૬.૨૧ લાખનો શંકાસ્પદ કોલસાનો જથ્થો જપ્ત

૩૪૬૬૦ કિલો કોલસો અને ટ્રક સહીત ૨૧.૨૧ લાખની મત્તા સાથે બેની ધરપકડ

 

રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ બંધ કારખાનામાં કોલસાના દેલામાંથી ચોરી અથવા છળકપટથી મેળવેલ ઈમ્પોર્ટેડ પેટ્કોક (કોલસો) નો જથ્થો અને ટ્રક સહીત ૨૧.૨૧ લાખના મુદામાલ સાથે બે ઇસમોને એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રફાળેશ્વર જીઆઈડીસીમાં જીઓ ગેસ પાછળ આવેલ મિલો ટાઈલ્સ-ક્રાઉન સિરામિકના જુના બંધ કારખાનામાં કોલસાના ડેલામાં ઈમ્પોર્ટેડ પેટકોક (કોલસો) એક ટ્રક આરજે ૧૯ જીએફ ૦૮૭૧ વાળી ગાડીમાં ભરી ખાલી કરવા માટે આવ્યો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી બંધ કારખાનામાં ચાલતા કોલસાના ડેલામાંથી ૩૪,૬૬૦ કિલો કોલસો ભરેલો ટ્રક મળી આવ્યો હતો જેના બીલ કે આધાર પુરાવા નહિ હોવાથી ઈમ્પોર્ટેડ પેટકોક વજન ૩૪,૬૬૦ કિલો કીમત રૂ ૬,૨૧,૦૦૦ અને ટ્રક કીમત રૂ ૧૫ લાખ મળીને કુલ રૂ ૨૧,૨૧,૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે આરોપીઓ મહેન્દ્ર બાબુલાલ મેઘવાલ રહે રાજસ્થાન અને સોનુકુમાર ઉમેશચંદ્ર વર્મા રહે બિહાર એમ બે ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.