મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ આગેવાનોનું ભવ્ય સ્વાગત અને પરિચય બેઠક યોજાઈ

 

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત સહ સંગઠન મહામંત્રી અરુન બિન્નાડીજી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઇ દવેનુ ભવ્ય સ્વાગત કરાયું હતું તેમજ સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વેગ આપવા અને કાર્યકર્તાઓ વચ્ચે સંગઠનાત્મક સંકલન વધુ મજબૂત કરવાના હેતુથી એક વિશેષ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ પરિચય બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત સહ સંગઠન મહામંત્રી અરુન બીન્નાડીજી તથા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઇ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ આગેવાનો દ્વારા જિલ્લા ભાજપના સંગઠનાત્મક માળખા, આગામી કાર્યક્રમો અને પક્ષની નીતિ-રીતિઓ અંગે ઉપસ્થિત હોદ્દેદારોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયા, પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના, રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મોરબી મહાનગર પાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી,  જિલ્લા ભાજપના મહામંત્રી અરવિંદભાઈ વાંસદળીયા, તપનભાઈ દવે, ચતુરભાઇ મકવાણા,  મહાનગરપાલિકા મુખ્ય હોદ્દેદારો જિલ્લા પંચાયતના મુખ્ય હોદેદારો, જિલ્લા ભાજપની મુખ્ય ટીમના હોદ્દેદાર, વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી,  તાલુકા શહેર મંડળના પ્રમુખ, મહામંત્રી,  પ્રભારી તેમજ સેલ મોરચાના ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા

 

દિપ પ્રાગટ્ય કરી વંદે માતરમ ગાન કરી ને મહાનુભાવોને મોરબીની સાન ગણાતી નગર દરવાજાની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો

 

Leave A Reply

Your email address will not be published.