

મોરબીના ખાટકીવાસમાં ખુલ્લેઆમ ચાલતા કતલખાના અને નોન વેજ વેચાણથી હિંદુ લોકોને ભારે હાલાકી સહન કરવી પડે છે અહીંથી પસાર થતી વખતે નોન વેજ ખુલ્લેઆમ લટકાવી રાખેલ જોવું તેમજ અતિશય દુર્ગંધમાંથી પસાર થવાની ફરજ પડતી હતી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાતી હોય જે મામલે અગાઉ હિંદુ સંગઠનો અને સ્થાનિક વેપારીઓએ તંત્રને આવેદન પાઠવ્યું હતું અને ગેરકાયદે પ્રવૃતિઓ ચાલતી હોવાની ફરિયાદને પગલે આજે મહાપાલિકાની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું
મોરબી મહાનગરપાલિકા ટીમ દ્વારા આજે ગેરકાયદે ધમધમતા કતલખાના અને નોન વેજ વેચાણ અંગે વ્યાપક ફરિયાદોને ધ્યાને લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું ખાટકીવાસમાં મહાપાલિકા ટીમે ચેકિંગ કર્યું હતું દરમિયાન મહિલાઓ સહિતના ટોળા એકત્ર થયા હતા અને તંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો જે કામગીરી અંગે માહિતી આપતા મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર બ્રિજેશ કાલરીયાએ જણાવ્યું હતું કે દોઢ માસ પૂર્વે ૧૧ ઈસમો અને ૧૪ દુકાનોને ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા નોટીસ આપી હતી જોકે બંધ કરવા નોટીસ છતાં બંધ બારણે કતલખાના અને નોન વેજ વેચાણ થતું હોવાની ફરિયાદોને પગલે આજે ટીમે ચેકિંગ કર્યું હતું ટીમ સીલ કરવા ગઈ હતી જ્યાં આસામીઓએ નગરપાલિકા સમયના મંજૂરીના કાગળો રજુ કર્યા હતા જે કાગળો અને પુરાવાઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને ગેરકાયદે કતલખાના તેમજ નોન વેજ વેચાણ કરનાર વિરુદ્ધ GPMC એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું


