

ઘૂટું ગામની સીમમાં વાડીમાં કામ કરતી વખતે મહિલાનું માથું અકસ્માતે થ્રેસરમાં આવી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબીના ઘૂટું ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા પાર્વતીબેન મુકેશભાઈ ડામોર નામની મહિલા વાડીમાં થ્રેસર (હલર) માં કામ કરતા હતા ત્યારે અકસ્માતે માથું આવી જતા મહિલાનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

