મોરબીમાં બાકી મિલ્કતવેરો ભરવા માત્ર ૭ દિવસ બાકી, એપ્રિલથી ૧૮ ટકા વ્યાજ લાગશે


મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતી મિલકતોનો બાકી વેરો ભરવા માટે માત્ર સાત દિવસનો સમય બાકી રહ્યો છે બાદમાં ૧૮ ટકા વ્યાજ વસુલવામાં આવશે તેમ યાદીમાં જણાવ્યું છે
મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ મિલકતધારકોને તાકીદ કરવા જણાવ્યું છે કે નાણાકીય વશ ૨૫-૨૬ નો પ્રોપર્ટી ટેક્ષ ભરપાઈ કરવા માટે માત્ર ૭ દિવસ બાકી છે જેથી જે નાગરિકોને વેરો ભરવાનો બાકી છે તે સમયસર ભરી દે ત્યારબાદ ૧૮ ટકા વ્યાજ લેવામાં આવશે વેરો ભરપાઈ કરવા માટે મહાનગરપાલિકાએ નક્કી કરેલા બારી (કેશ કાઉન્ટર) અથવા ઓનલાઈન પોર્ટલના માધ્યમથી વેરો ભરી શકાશે

