

વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં ધમધમતા દેશી દારૂની ભઠ્ઠી પર વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે પાડવામાં આવેલી આ રેઈડમાં પોલીસે મોટા પ્રમાણમાં દારૂ બનાવવાનો આથો અને તૈયાર દેશી દારૂ ઝડપી પાડ્યો છે.
વિગતો મુજબ, વાંકાનેર તાલુકા પોલીસની ટીમે વિરપર ગામના વડીયા વિસ્તારમાં આવેલ ખરાબાની જમીનમાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે જોધપર નદી ગામનો વિશાલ ભરતભાઈ જંજવાડીયા નામનો શખ્સ ગેરકાયદેસર રીતે પાસ-પરમીટ વગર દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરી રહ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી ૧૦૦૦ લીટર દારૂ બનાવવાનો ઠંડો આથો, જેની કિંમત ૨૫,૦૦૦ રૂપિયા અને ૪૫ લીટર તૈયાર દેશી દારૂ જેની કિંમત ૯,૦૦૦ રૂપિયા મળી કુલ ૩૪,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. અને આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

