માળિયામાં સરકારે મીઠા ઉત્પાદન માટે ફાળવેલી જમીન પર ગેરકાયદે કબજો
એક ઇસમ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ


માળિયામાં સરકારે મીઠા ઉત્પાદન માટે ભાડા કરાર પેટે આપેલી ૧૦ એકર જમીનમાં એક ઇસમેં ગેરકાયદે કબજો કરેલ હોય અને કબજો ખાલી કરવા બાબતે વાતચીત કરતા ઝઘડો કરતો હતો જે મામલે કલેકટરમાં અરજી કરતા જમીન દબાણ અંગે ગુનો દાખલ કરવા થયેલ આદેશ બાદ માળિયા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
માળિયા (મી.) પોલીસ સ્ટેશન પાસે રહેતા હનીફ સૌકતઅલી અબ્દુલ્લા ભટ્ટી (ઉ.વ.૩૪) આરોપી ઇકબાલ ઇલીયાસ ભટ્ટી રહે માળિયા મોરો વાંઢ વિસ્તાર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને વર્ષ ૨૦૨૨ માં કલેકટર મોરબી તરફથી મીઠું ઉત્પાદન કરવા માળિયા તાલુકાના જાજાસર ખાતે ૧૦ એકર જમીન ત્રીસ વર્ષના ભાડા પેટે ફાળવવામાં આવી છે જે જમીન આજુબાજુમાં કારખાનેથી ઉત્તર દિશા તરફ અને પશ્ચિમ દિશા તરફ અક્ષર એન્ટરપ્રાઈઝ મીઠાનું કારખાનું અને પૂર્વ દિશા તરફ કુસુમ સોલ્ટ અને દક્ષીણ દિશા તરફ વેસ્ટ કોસ્ટ સોલ્ટ નામનું કારખાનું આવેલ છે વેસ્ટ કોસ્ટ કારખાના વાળા ઇકબાલ ઇલીયાસ ભટ્ટીએ તા. ૨૫-૦૩-૨૫ ના પહેલાથી ફરિયાદીને મળેલ ઈથા ઉત્પાદન જમીનમાં ગેરકાયદેસર રીતે પાળો બનાવી હક્કની મળેલ દસ એકર જમીનમાં દબાણ કરી દીધું હતું
જેથી ઇકબાલભાઈને જમીન અમને સરકારે ફાળવી છે તમે જમીનમાં દબાણ કરેલ છે કહેતા ઝઘડો કરવ લાગ્યો અને કબજો ખાલી કર્યો ના હતો જેથી તા. ૦૯-૦૪-૨૫ ના રોજ કલેકટર મોરબીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટના નવા કાયદા મુજબ અરજી કરી હતી અરજી તપાસ દરમિયાન ડી.આઈ.એલ.આર કચેરી મારફત માપણી કરાવતા ઇકબાલ ઇલીયાસ ભટ્ટીએ સરકારે ફાળવેલ જમીનમાંથી ૦-૪૦-૨૭ ચો.મી. જમીનમાં દબાણ કર્યું હોય જેથી તપાસ અધિકારીએ દબાણ કર્યાનો અહેવાલ કલેકટર મોરબીને મોકલતા તા. ૦૫-૦૮-૨૫ ના રોજ સુનાવણી કરવામાં આવી હતી અને સામાવાળાએ બે દિવસમાં જમીનનો કબજો ખાલી કરી દેવાનું જણાવ્યું પરંતુ જમીનનો કબજો ખાલી કર્યો ના હતો અને પુરાવા આપતા અરજી બાબતે તા. ૧૦-૦૨-૨૦૨૬ ના રોજ ફરીથી સુનાવણી કરવામાં આવી હતી જેથી એફ.આઈ.આર દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો
આમ આરોપી ઇકબાલ ભટ્ટીએ માળિયા તાલુકાના જાજાસર ગાલે સરકારે ફાળવેલી જમીનમાં દબાણ કરી ગેરકાયદેસર રીતે કબજો કરી જમીન પચાવી મીઠાનું ઉત્પાદન કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

