મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગ ASAP ની શરૂઆત


આજ રોજથી મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગ ASAP નો પાયો નાખવામાં આવ્યો જેમાં બાહોશ વિદ્યાર્થી નવયુવાનો તેમની ટીમ સાથે જોડાયા હતા.
આવનારા સમયની અંદર આ આમ આદમી પાર્ટીની સ્ટુન્ડન્ટ વિંગ ASAP સ્ટુડન્ટો સાથે થતા અન્યાય, અત્યાચારની સામે બુલંદ અવાજ ઉઠાવશે અને આગામી સમયમાં મોરબી જિલ્લાની દરેક કોલેજોમાં ASAP સંગઠનને વધુ ને વધુ મજબૂત કરવામાં આવશે. તેમજ અત્યારના સમયમાં યુવાધન માટે દારૂ અને ડ્રગ્સ વિરોધી કેમ્પેઈન ચલાવશે. મોરબી જિલ્લાના તમામ જાગૃત સ્ટુડન્ટોને આ ટીમનો ભાગ બનીને પરિવર્તનની આ લડાઈમાં સહભાગી થવા આહ્વાન છે.

