

મોરબી તાલુકાના ખારચિયા ગામે હાઈવે પર આવેલ નાલાની સફાઈ કરાવવાની માંગ સાથે શ્રી ખારચિયા ગ્રામ પંચાયત દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટીને રજૂઆત કરવામાં આવી છે
શ્રી ખારચિયા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ, ઉપસરપંચ જે આર જાડેજા અને સદસ્ય સુરપાલસિંહ દ્વારા રજૂઆત કરી જણાવ્યું છે કે ખારચિયા ગામે હાઇવે ઉપર હનુમાનજીના મંદિર પાસે આવેલ પાણીના નિકાલ માટેનું નાલુ બંધ થયેલ છે જેથી ત્યાંથી પાણીનું નિકાલ થવાનું બંધ થયેલ છે આથી નાલા પાસે અટકેલ પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળશે તો ખેતરોમાં નુકસાન થવાની શક્યતા છે આથી આ નાલાની યોગ્ય સફાઈ કરાવી પાણીનો નિકાલ કરવો જરૂરી બન્યો છે આ સિવાય આમરણ બાજુ જવાના રસ્તે આવતું પ્રથમ પુલિયા/ નાલા ના કાપ ભરાઈ જવાથી ત્યાં પણ ગામના પાણીનો નિકાલ બંધ થયેલ છે જેથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે





