મોરબીમાં ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા ભાજપ સંગઠનમાં યોગ્ય પ્રતિનિધિત્વની માંગ

 

મોરબી જિલ્લાના ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં યોગ્ય સ્થાન અને હોદ્દાઓ મેળવવા માટે રજૂઆત કરવામાં આવી છે. સમાજના આગેવાનોએ પક્ષ પ્રત્યેની વફાદારી દર્શાવી હોવા છતાં સંગઠનમાં પોતાની અવગણના થતી હોવાનો સૂર વ્યક્ત કર્યો છે.

ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજના આગેવાનોએ આ માટે ભાજપ પ્રદેશ પ્રમુખને પત્ર લખી જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં આશરે 85% જેટલો સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે મક્કમપણે જોડાયેલો છે. આમ છતાં, જિલ્લા કે તાલુકા ભાજપના સંગઠનમાં સમાજના એક પણ વ્યક્તિને મહત્વના હોદ્દા પર સ્થાન આપવામાં આવ્યું નથી.

આ ઉપરાંત, જિલ્લાની મહત્વની ગણાતી સંસ્થાઓ જેવી કે APMC, સહકારી મંડળીઓ, કો-ઓપરેટિવ બેંકો કે મયુર ડેરી જેવી સંસ્થાઓમાં પણ ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજનું કોઈ પ્રતિનિધિત્વ જોવા મળતું નથી. સમાજમાં આ બાબતે ઉગ્ર લાગણી અને માગણી પ્રવર્તી રહી છે કે આગામી સમયમાં ભાજપ સંગઠન અને અન્ય સરકારી-સહકારી માળખામાં સમાજના લાયક આગેવાનોની યોગ્ય હોદ્દા પર વરણી કરવામાં આવે.

Leave A Reply

Your email address will not be published.