

સહકાર ક્ષેત્રના નામે ચાલતા મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના શાકભાજી વિભાગ ખાતે ખરાબ રોડ રસ્તા, ગંદકી અને દારૂ જુગાર ના દુષણો, જાહેર હરારજી બંધ અંગે ફરિયાદો વારંવાર ઉઠતી જોવા મળે છે, જેમાં નવો ઉમેરો “ગાડી દીઠ ઉઘરાણા” અંગેના ભષ્ટ્રાચારનો જાણવા મળેલ છે.
જૂની અદાવતને કારણે મોરબી APMC ખાતે બટેટાના જથ્થા બંધ વેપાર માટે અત્યાર સુધી જગ્યા ન ફાળવતા, અત્યાર સુધી બટેટાનો તો હોલસેલ વેપાર જૂની શાક માર્કેટ પાસે ના ગાંધી ચોક ખાતેથી ચાલતો હતો. જીવન જરૂરિયાતની આવશ્યક શાકભાજી કંદમૂળ ના વેપાર માટે હાલ મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા બટેટા ડુંગળી ની ગાડી દીઠ રૂપિયા 1000 દરરોજ ના મૌખિક સૂચના થી હપતા નક્કી કરાયેલ હોવાનું આજે જાણવા મળેલ છે.
યાર્ડમાં ચાલતી ગેરરીતિ જેવીકે, પેટા ભાડે દુકાન આપવા દેવી, પેટા ભાડૂત પાસે મૂળ ભાડુઆતના નામે થોડી શેષ (યું.ચાર્જ) દેખાડવા પૂરતા વશુલવા અને ગેરકાયદે વેપાર કરવા દેવો અને બાકી રોકડી કરવી, શાકભાજીની જાહેર હરરાજી વગર વેપાર કરવા દેવો, ડુંગળીની જાહેર હરરાજી સદંતર બંધ કરી દેવી, ખેડૂતો ની ડુંગળી ઉતારવા પ્લેટફોર્મ કે જગ્યા ન ફાળવવી, શાકભાજીની દુકાન સામે ફાળવેલ જગ્યા બહાર મીઠી નજર રાખી માલ ઉતારવા દેવી, દુકાનો સામે અન્ય લોકોને પૈસા લઈ વેપાર કરવા બેસવા દેવા, અડચણરૂપ ખાલી વાહનો (બોલેરો, ટેમ્પા)અને રિક્ષાઓ ને શાકભાજી વિભાગમાં આડેધડ ઊભા રહેવા દેવા, APMC ની શાકભાજી વિભાગની ઓફિસ ભાડે ચડાવી દેવી, આવક માલ નો ખેડૂતને ગેટ પાસ કાઢી આપવામાં બેદરકારી, સિક્યોરિટી અને કર્મચારી ગણની માત્ર ચોપડે હાજરી પુરાવી અને ટ્રાફિક અને અન્ય સમસ્યાઓથી વેપારીઓના ધંધાને નુકશાન પહોંચવાની મેલી મુરાદ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે જોવા મળે છે.

