



મોરબીના માધાપર શેરી ૨૨ માં શેરીમાં રોડ પર ખુરશીમાં બેસેલ મહિલાને ઉભા થવા સમયે ચક્કર આવતા પડી જતા ઈજા પહોચતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલિસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના માધાપર શેરી ૨૨ માં રહેતા લતાબેન બાધુભાઈ ભાંગરા (ઉ.૪૨) એ પોતાના રહેણાંક મકાન પાસે શેરીમાં ખુરશીમાં બેઠા હોય બાદમાં ઉભા થતી વખતે ચક્કર આવતા પડી જતા માથાના ભાગે ઈજા પહોચી હતી જેથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્ત્યું નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે