


ટંકારાના નેકનામ ગામ અને સખપર ગામની સીમમાંથી પોલીસે ૧૧૨૫ બોટલ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય દરમીયાન નેકનામ ગામ ને સખપર ગામ વચ્ચે સીમમાં એક ઇસમ બાવળની કાંટમાં દારૂનો જથ્થો છુપાવી રાખી હેરાફેરી કરવાનો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સીમમાંથી આરોપી કલ્પેશ જેરામભાઈ દારોદરા રહે કોઠારિયા તા. રાજકોટ વાળાને ઝડપી લઈને દારૂની નાની મોટી બોટલ નંગ ૧૧૨૫ કીમત રૂ ૨,૧૪,૪૪૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૨,૧૯,૪૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તો અન્ય આરોપી આશીફ કડીવાર રહે રાજકોટ વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે