


ટંકારાના મીતાણા ગામ નજીક બહુચરધામ મંદિર સામે કારના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા એકનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના મોરબી રોડ પર નવઘણભાઈ રાયસિંગભાઈ ચારોલા એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છેકે ગત તા. ૨૧ ના રોજ રોહિતભાઈ તેનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર જીજે ૧૩ એબી ૪૮૪૪ માં રાયસિંગભાઈ ભગાભાઈ ચારોલા સાથે આવતા હોય દરમિયાન ટંકારાના મીતાણા ગામ નજીક બહુચરધામ નજીક પહોચતા અજાણી કારના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા રાયસિંગભાઈને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો કારનો ચાલક અકસ્માત કરી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે.