ધોરાજી : મોટી વાવડી ગામેથી નાફેડનો ચણા-રાયડા અને તુવેરનો ૧૧ લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

 

ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામેથી નાફેડની ૨૩૬ ચણાની બોરીઓ, ૯૦ રાયડાની બોરીઓ અને ૨૫ તુવેરની બોરીઓ સહીત કુલ રૂ ૧૧ લાખનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હોય જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

અમદાવાદના રહેવાસી દિવ્યેશ પ્રવીણભાઈ ઠુંમરે શકદાર જયદીપ રમેશભાઈ અપારનાથી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે શકદાર આરોપી જયદીપ અપારનાથીએ NAFED હસ્તકની કોઈપણ જગ્યાથી આશરે ૨૩૬ ચણાની બોરીઓ, ૯૦ રાયડાની બોરીઓ અને ૨૫ તુવેરની બોરીઓ જે એક બોરીમાં આશરે ૫૦ કિલો ગ્રામ જણસી ભરેલ હોય જે તમામ બોરીઓની કીમત આશરે રૂ ૧૧ લાખનો મુદામાલ ચોરી કરી શકદાર આરોપીએ પોતાના હસ્તકની મોટી વાવડી ગામે નવા પ્લોટ વિસ્તારમાં રાખ્યાની ફરિયાદ નોંધાવી છે ધોરાજી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.