મોરબી પોસ્ટ ઓફિસમાં ડીજીટલ સેવિંગ એકાઉન્ટ ખોલવા માટે ખાસ કેમ્પ યોજાશે  

 

આવતી કાલે મોરબી મેઈન પોસ્ટ ઓફિસ ખાતે ખાસ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનાં લાભાર્થી તેમ જ અન્ય યોજનાઓના લાભાર્થીઓ માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનુ પ્રીમિયમ ડિજિટલ સેવિંગ એકાઉન્ટનું એકાઉન્ટ ખોલવા માટેનો કેમ્પ મુખ્ય પોસ્ટ ઓફિસ પરાબજાર મોરબી ખાતે તા-26/9/24 ને ગુરૂવારના સવાર ના 7-30 કલાક થી બપોરના 11-00 વાગ્યા સુધીનો કેમ્પ રાખવામાં આવેલ છે

 

જેમાં આધાર કાર્ડ અને મોબાઈલ ફોન તેમજ એકાઉન્ટનાં રૂપિયા 200 સાથે રાખવાનાં રહેશે એકાઉન્ટ તુરંત અરજન્ટ ખોલી આપવામાં આવશે આ કેમ્પમાં મોરબીની જાહેર જનતાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ને આ કેમ્પ નો લાભ લેવા માટે મોરબી મેઈન પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તરની અખબારી યાદીમાં જણાવાયું છે

Leave A Reply

Your email address will not be published.