


મકનસર (ગોકુલનગર) ગામે રેડ કરી પોલીસે ઓરડીમાંથી ૮૦૦ લીટર ઠંડો આથો અને ૬૦ લીટર દેશી દારૂ સહીત કુલ રૂ ૩૨,૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે આરોપી રેડ દરમિયાન હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મકનસર (ગોકુલનગર) ગામ પાછળ રેલ્વે સ્ટેશન બાજુમાં ખરાબાની જગ્યામાં રામાભાઈ રણછોડભાઈ ઝાપડાએ બનાવેલી ઓરડી નં ૦૩ માં રેડ કરી હતી આરોપીની ઓરડીમાંથી ઠંડો આથો ૮૦૦ લીટર કીમત રૂ ૨૦,૦૦૦ અને ૬૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૧૨,૦૦૦ મળીને કુલ રૂ ૩૨ હજારનો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી રામભાઈ ઝાપડા મળી આવ્યો ના હતો જેથી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

