માળિયાના ખાખરેચીમાં નિશુલ્ક મેગા નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૦ દર્દીઓએ લાભ લીધો     

શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આજે માળિયા તાલુકાના ખાખરેચી ગામમાં મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં ૩૬૦ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જે પૈકી ૯૦ દર્દીને મોતિયા હોવાનું નિદાન થતા ૭૫ દર્દીઓને રાજકોટ ઓપરેશન અર્થે મોકલવામાં આવ્યા છે

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા આજે ખાખરેચી ગામના નકલંક મંદિર ખાતે સવારથી બપોર સુધી વિનામૂલ્યે મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજવામાં આવ્યો હતો જે કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પમાં ૩૬૦ દર્દીઓના વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યા હતા જેમાંથી ૭૫ દર્દીઓને સંસ્થાના વાહનમાં રાજકોટ ઓપરેશન માટે મોકલવામાં આવ્યા છે જે કેમ્પને સફળ બનાવવા ભવાની ગરબી યુવક મંડળ ખાખરેચી અને શ્રી ધર્મપ્રેમી સેવા મંડળ હળવદની ટીમે જહેમત ઉઠાવી હતી

તે ઉપરાંત દર માસની ૮ તારીખે શ્રી રામાનંદી સમાજ સેવા ટ્રસ્ટની વાડી, હળવદ ખાતે કેમ્પ યોજાય છે જેનો દર્દીઓ લાભ લેવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat