રોટરી કલબ ઓફ હળવદ દ્વારા નાના ખેડૂતના વિદ્યાર્થી સંતાનોને 25 હજારની રકમના ચેક વિતરણ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

બાયોસ્ટેટ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા વર્ષોવર્ષ બાયોસ્ટેટ આસ્થા સ્કોલરશિપ યોજના ચાલુ કરેલ છે.

મલ્ટીનેશનલ બાયોસ્ટેટ કંપની એગ્રીકલ્ચર ને લગતી બાયોલોજીકલ અને પેસ્ટીસાઈડ પ્રોડક્ટ બનાવે છે તેમજ વેચાણ કરે છે.
આ કંપની મારફતે
નાના ખેડુતના સ્કૂલમાં અભ્યાસ કરતા જરૂરતમંદ પુત્ર પુત્રી ને અભ્યાસ હેતુ પ્રોત્સાહન આપવા અને સહાયરૂપ થવા માટે સ્કોલરશીપ આપવામાં આવે છે.

જે પૈકી હળવદ તાલુકાના ઓર્થોરાઈઝ ડીલર શિવ એગ્રો એજન્સી મારફતે અને સર્વે મુજબ નવા ઘનશ્યામગઢ ગામના 10 વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ 2500-2500 ના એમ કુલ 25000 રૂપિયાની રકમ ના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રિજીયોનલ મેનેજર સ્નેલ સતાસીયા, એરિયા મેનેજર બી.આર. ચીખલીયા, સેલ્સ ઓફિસર ઘનશ્યામભાઈ ભૂત, મનસુખભાઇ પટેલ તથા સરપંચ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને રોટરી પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ રાણાએ સફળ બનાવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat