Billboard ad 1150*250

માલધારી પરિવારોને દૂધ વેચાણ માટે હેલ્મેટ અને પીયુસીમાંથી મુક્તિ આપો

0 196
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

માલધારી આગેવાને મુખ્યમંત્રીને પત્ર લખ્યો

        સરકાર દ્વારા ટ્રાફિક નિયમો વધુ કડક બનાવાયા છે અને નવા નિયમો ગુજરાતમાં પણ લાગુ થાય છે ત્યારે માલધારી પરિવારોને દૂધ વેચાણ માટેના વાહનચાલકોને હેલ્મેટ અને પીયુસીમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે

        ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે માલધારી પરિવારો પશુપાલન અને દૂધ વેચવાનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને પશુઓનો નિભાવ કરે છે માલધારી સમાજનો આગવો વેશ પરિધાન છે જેમાં માથા પર ફાળિયું હાથમાં કડા પહેરવા અનિવાર્ય છે તેવા સંજોગો હાલના નિયમ મુજબ હેલ્મેટ પહેરવા શક્ય નથી પશુપાલન અને દુધનો વ્યવસાય કરતા લોકો અશિક્ષિત અને અજ્ઞાની હોય, સમાજમાં શિક્ષણનું પ્રમાણ નહીવત છે પશુઓના દૂધ ઘરે ઘરે પહોંચાડવા માટે વાહનનો ઉપયોગ કરે છે ગામડેથી દૂધ શહેરી વિસ્તારમાં પહોંચાડતા હોય છે અભ્યાસ વિના સમજદારી પણ હોતી નથી જેથી કાયદામાંથી મુક્તિ આપવાની માંગ કરી છે હાલમાં મોંઘવારી અને પશુ ખોરાકના વધેલા ભાવો અને અપૂરતી આવકને લીધે પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે ત્યારે દંડ ભરી સકે તેમ નથી જેથી દૂધ વેચાણ માટે માલધારી વાહનોને કાયદામાંથી મુક્તિ આપવાની માંગ કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat