મોરબી જીલ્લામાં ૨૪ કલાકનો વરસાદ, ડેમોમાં નવા નીર વિષે જાણો…

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી જીલ્લામાં ૨૪ કલાકમાં દોઢથી અઢી ઇંચ વરસાદ, ડેમમાં નવા નીર આવ્યા

જીલ્લાના ૧૦ માંથી ચાર ડેમોમાં નવા નીરની આવક

        મોરબી જીલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર થઇ છે અને સોમવારથી શરુ થયેલો વરસાદી માહોલ મંગળવારે પણ યથાવત રહ્યો છે ત્યારે સોમવારે સાંજથી મંગળવાર સાંજ સુધીમાં મોરબી જીલ્લામાં દોઢથી અઢી ઇંચ વરસાદ પડ્યો છે અને સર્વત્ર વરસાદથી ખુશાલીનો માહોલ છવાયો છે

        મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં મોરબીમાં ૪૯ મીમી, વાંકાનેરમાં ૬૩ મીમી, હળવદમાં ૩૩ મીમી, ટંકારામાં ૫૬ મીમી અને માળિયામાં ૧૩ મીમી વરસાદ નોંધાયો છે તે ઉપરાંત ઉપરવાસમાં વરસાદ અને ડેમ સાઈટમાં વરસાદથી મોરબી જીલ્લાના ૧૦ માંથી ૪ ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે ટંકારાના ડેમી ૧, બંગાવડી ડેમ ખાલીખમ હતા જેમાં નવા નીરથી ડેમ અડધા ભરાઈ ગયા છે તો મચ્છુ ૧ ડેમમાં સતત આવકને પગલે ડેમની સપાટી વધવા પામી છે જયારે મોરબીના જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં પણ નવા નીરની આવક જોવા મળી રહી છે 

મોરબી જીલ્લાના ચાર ડેમોમાં નવા નીરની આવક

મચ્છુ ૧ ડેમ : ૪૯ ફૂટ ક્ષમતા : ૬ ફૂટ નવા નીરની આવક,ડેમ સપાટી ૨૮ ફૂટ

મચ્છુ ૨ ડેમ : ૩૩ ફૂટ ક્ષમતા : 3 ફૂટ નવા નીરની આવક, ડેમ સપાટી ૧૫.૫ ફૂટ

ડેમી ૧ ડેમ : ૨૩ ફૂટ ક્ષમતા : ૧૬ ફૂટ નવા નીરની આવક, ડેમ સપાટી ૧૬ ફૂટ

બંગાવડી ડેમ : ૧૬ ફૂટ ક્ષમતા : ૬ ફૂટ નવા નીરની આવક, ડેમ સપાટી ૬ ફૂટ  

Comments
Loading...
WhatsApp chat