મોરબીના વિસીપરામાં ગાડી લઇ જવા બાબતે ૧૩ શખ્શોએ બોલાચાલી કરી,મહિલાને ધમકી 

મોરબી બી ડીવીઝન પોલીસે ૧૩ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી

 

 

મોરબીના વિસીપરામાં રહેતા રસુલભાઈની કાર પોતાના ઘર બહાર પડી હોય અને જુદી જુદી કાર લઈને આવેલ ૧૩ જેટલા આરોપીઓએ ગાડી પોતાની હોવાનું માની ખાતરી કે તપાસ કર્યા વગર લઇ જવાની કોશિશ કરતા દંપતીએ રોકટોક કરતા બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

મોરબીના વિસીપરા ચાર ગોદામ પાછળ રહેતા સરીફાબેન ઉર્ફે મુમતાજબેન દાઉદભાઈ જામ (ઉ.વ.૪૦) નામની મહિલાએ આરોપી આનંદ ગણપત દવે, ભાવિક ભરવાડ, રવિ ભરવાડ, અભય મકવાણા, ધવલ મકવાણા, ધર્મેશ બારોટ, ધવલ મુકેશ પ્રજાપતિ, રજત સાવલિયા, પાર્થ પટેલ, વિવેક ઉમરેઠીયા, ભરત ડાંગર, સમીર સલીમ શાહમદાર અને સાહિલ બોદુભાઈ રહે બધા રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા ૧૭ ના રોજ ફરિયાદી સરીફાબેન પોતાના ઘરે હોય અને જમીને સુઈ ગયા હતા રાત્રીના એક દોઢ વાગ્યા આસપાસ ઘર બહાર દેકારો થતા ઘરની બહાર જઈને જોતા ત્રણ ચાર કારમાં આવેલ ઈસમો ઘરની બાજુમાં રહેતા રસુલભાઈ સુમરાની કાળા કલરની વેરનાં પાસે ઉભા હતા અને ગાડી તપાસતા હતા

જેથી કઈક અજુગતું લાગતા શરીફાબેન અને પતિ દાઉદભાઈ ગભરાઈ ગયા અને આ લોકો કોણ છે પૂછતાં એક ઇસમેં પોતાની ઓળખ આનંદ ગણપત દવે આપી હતી અને કહ્યું કે મારી સાથે મારા મિત્રો આવ્યા છે અમારી કાર રાજકોટના અક્ષય પટેલ ઉર્ફે અક્કીને ભાડે ચલાવવા આપી છે અને અક્કીભાઈએ તેના મિત્ર બિલાલ મારફત અમારી ગાડી ભાડે ચલાવવા આપેલ જે એક ગાડીનું રોજનું ભાડું રૂ ૩૫૦૦ લેખે નક્કી કરેલ છે જેનું ભાડું મળ્યું નથી અને અક્ષય પટેલ અને બિલાલે ગાડી મોરબી અને માળિયા હોવાનું જણાવ્યું અને ગાડીનું લોકેશન વિસીપરાનં હોવાનું આપ્યું હતું જેથી હુન્ડાઈ વેરના ગાડી તેની જ છે જેના આરટીઓ નંબર જીજે ૦૩ એલડી ૪૪૧૨ છે અને માલિક ધર્મેન્દ્ર બાલાશંકર દવે છે ગાડી અહીંથી લઇ જવાના છીએ તમે ઘરમાં વગર બ્લ્ય જતા રહો નહીતર જાનથી મારી નાખશું અમને કોઈ આજે રોકી નહિ સકે તમારાથી થાય તે કરી લો કહીને ગાડી લઇ જવાની કોશિશ કરતા હતા

જેથી રસુલભાઈને જાણ કરતા આનંદ અને તેની સાથે આવેલ ઇસમોએ ઉશ્કેરાઈ જઈને મહિલા સાથે ગાળાગાળી કરવા લાગ્યા અને દેકારો થતા લોકો ભેગા થઇ જતા આ ઈસમો ભાગદોડ કરવા લાગ્યા હતા અને પોલીસની ગાડી આવી જતા કેટલાક ઇસમોને પોલીસ વાહનમાં પોલીસ મથક લઇ ગયા હતા

આમ વાહનોની તપાસ કરતા મોદી રાત્રે આવેલ ઇસમોએ પાડોશી રસુલભાઈ સુમરાની ગાડીની તપાસ કરતા હોય જેથી રોકટોક કરતા ગાળો આપી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી બી ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

Comments
Loading...
WhatsApp chat