મોરબીના પીપળી ગામે જેટકો સબ સ્ટેશનના ક્વાર્ટર પાસેથી બે બાઈકની ચોરી

 

મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ જેટકો સબ સ્ટેશનના કર્મચારી ક્વાર્ટર પાસેથી એક સાથે બે બાઈક ચોરી થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

મૂળ અરવલ્લી જીલ્લાના વતની અને હાલ પીપળી ગામની સીમમાં જીટકો સબ સ્ટેશન કર્મચારી ક્વાર્ટરમ રહેતા નિલેષકુમાર કનુભાઈ ડામોરે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૧ એપ્રિલના રાત્રીના ૨ થી ૫ કલાક દરમિયાન અજાણ્યો ચોર ઇસમ જીટકો સબ સ્ટેશન કર્મચારી ક્વાર્ટર પાસે રાખેલ ફરિયાદીનું બાઈક જીજે ૩૧ એએ ૪૦૦૩ કીમત રૂ ૧ લાખ અને સાહેદ જીજ્ઞેશભાઈ ખરાડીનું બાઈક જીજે ૩૧ કે ૫૪૫૮ કીમત રૂ ૩૦ હજાર એમ બંને બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Comments
Loading...
WhatsApp chat