ગોંડલના ભોજપરા ગામે પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ નવદંપતી પ્રભુતામાં પગલા માંડશે


ગોંડલ તાલુકાના ભોજપરા ગામના સરપંચની આગેવાની હેઠળ પ્રથમ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન આગામી મંગળવારે કરવામાં આવ્યું છે જેમાં ૧૧ નવદંપતી પ્રભુતામાં પગલા માંડશે સમૂહ લગ્નમાં જોડાનાર તમામ દીકરીઓ પાસેથી કોઈ પ્રકારની ફી કે ફોર્મ ચાર્જ લેવામાં આવ્યો નથી
રામદેવ ફાઉન્ડેશનના ચેરમેન અને ભોજપર ગામના સરપંચ વિપુલભાઈ પરમાર દ્વારા તા. ૦૨-૧૨ ને મંગળવારે બપોરે 3 કલાકે ગોંડલ તાલુકાના ભોજપરા ગામે પ્રથમ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ યોજાશે જે પ્રસંગે શ્રીશ્રી ૧૦૦૮ પરિવ્રાજચાર્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રાનંદ ગીરી અનંતશ્રીવિભૂષિત પૂજ્યપાદ (ત્રંબકેશ્વર પીઠાધીશ- નાશિક) અને પ.પુ. શ્રી કરશનદાસ બાપુ મહંતશ્રી પરબધામ સહિતના સંતો મહંતો આર્શીવચન પાઠવશે
તા. ૦૨ ને માંન્ગ્લવ્રે બપોરે ૪ કલાકે દાંડિયા રાસ યોજાશે જેમાં શ્રદ્ધા મારૂ, પીયુષ જોગદીયા, અંકિત રાઠોડ અને જગદીશભાઈ મેર સહીતના કલાકારો પધારશે

