મોરબીમાં ગ્રાહકો સાથે ૧૦ લાખની છેતરપીંડી કરનાર ઝડપાયો, ત્રણ દિવસના રિમાન્ડ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી રાજકોટ રોડ પર આવેલ ઇક્વિટી હુન્ડાઈના શોરૂમમાં ફરજ બજાવતા કર્મચારીએ અલગ અલગ ગ્રાહકો પાસેથી વીમા પોલીસે પેટે ૧૦ લાખ જેટલી રકમ ઉઘરાવી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ બાદ એ ડીવીઝન પોલીસે આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યો છે 

        મોરબી રાજકોટ રોડ પર આવેલ ઇક્વિટી હુન્ડાઈ કંપનીમાં ફરજ બજાવતો તેજસ ભરતભાઈ ઠકરાર રહે-પોરબંદર કડિયા પ્લોટવાળાએ પોતાની ફરજ દરમિયાન અલગ અગલ ગ્રાહકોને વિશ્વાસમાં લઇ તેઓની પાસેથી ફોરવ્હીલ કારના વીમા પોલીસી પેટે અંદાજીત ૧૦ લાખની રકમ મેળવી લઇ કંપનીમાં જમા ન કરાવી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ઇક્વિટી હુન્ડાઈ કંપનીમાં ફરજ બજાવતા ભાવિનભાઈ કિશોરભાઈ તલસાણીયાએ નોંધાવી હતી જે ફરિયાદને પગલે એ ડીવીઝન પોલીસની ટીમે આરોપીને ઝડપી લીધો છે અને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે રિમાન્ડ દરમિયાન ઓળવી ગયેલ નાણાની રીકવરી કરવા ઉપરાંત અન્ય કેટલા ગ્રાહકોને આ શખ્શે પોતાનો શિકાર બનાવ્યા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat