Billboard ad 1150*250

મોરબીની મદીના મસ્જિદમાં ઇફતાર પાર્ટી યોજી ભાઈચારાનું ઉદાહરણ પુરૂ પાડ્યું

0 145
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

હિન્દૂ ભાઈઓએ ૪૦૦ મુસ્લિમ ભાઈઓના રોજાનું

Post ad 2

ઇફતાર કરાવીને કોમી એકતાની મિશાલ કાયમ કરી

મોરબીમાં દરેક પ્રસંગોની સેવાસભર ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા મકરાણીવાસની મદીના મસ્જિદમાં ૪૦૦ મુસ્લિમ ભાઈઓને રોજાનુ ઈફતાર કરાવી ખુદાની બંદગી કરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મુસ્લિમ ભાઈઓએ પણ ભાઈચારાની ભાવનાથી આ પ્રસંગને ભાવભેર માણ્યો હતો.

મોરબીમાં સેવાકાર્યોમાં હમેશા અગ્રેસર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીની આગેવાનીમાં રમઝાન માસ નિમિત્તે મકરાણીવાસની મદીના મસ્જિદમાં ૪૦૦ મુસ્લિમ બિરાદરોને રોજાનુ ઈફતાર કરાવીને ખુદાની બંદગી કરી ભારતીય સંસ્કૃતિ અનુરૂપ વિવિધતામાં એકતાના દર્શાવી સર્વ ધર્મ સમભાવનાની ભાવના પ્રગટ કરી હતી. જેનાથી ધાર્મિક સૌહાર્દનું વાતાવરણ ઉત્પન્ન થયું હતું.

આ ઇફ્તાર પાર્ટીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના યુનુસભાઈ શેખ,  શૈલેષભાઈ રાવલ, ઇરફાનભાઈ બલોચ, નગરપાલિકા પ્રમુખ કેતનભાઇ વીલપરા, જીતુભાઈ રબારી, રમેશભાઈ કરોતરા, નિતેશભાઇ સતવારા, મહેશભાઈ તેમજ મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat