મોરબી માલધારી સમાજ દ્વારા વિશ્વ માલધારી દિવસની ઉજવણી

મચ્છુ માતાજી મંદિરે ફૂલહાર કરીને વંદન કર્યા

આજના દિવસના વિશ્વ માલધારી દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી માલધારી સમાજ દ્વારા આજે મચ્છુ માતાજી મંદિરે ખાતે એકત્ર થઈને ઉજવણી કરવામાં આવી હતી

વર્ષ 2010 દરમિયાન માલધારી સમાજના સંવેદનશીલ આગેવાન લાલજીભાઈ દેસાઇએ મેરા/બહુચરાજી મુકામે સૌ પ્રથમ વખત વિશ્વ માલધારી સંમેલનનુ આયોજન કરેલુ હતું જેમા રબારી-ભરવાડ-આહિર-ચારણ માલધારી દુનિયાના 32 દેશોના માલધારી સમાજ એકઠો થયેલ ત્યારથી દર વર્ષે તા. ૨૬ નવેમ્બરના દિવસને વિશ્વ માલધારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે

જે અંતર્ગત આજે મોરબીમાં વસતા માલધારી સમાજ દ્વારા વિશ્વ માલધારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માલધારી સમાજની આસ્થાના પ્રતિક સમાન મચ્છુ માતાજીના મંદિરે તેમજ પુનિયા મામાને પુષ્પોથી ફૂલહાર કરીને વંદના કરવામાં આવી હતી તેમજ રેલ્વે સ્ટેશનની બાજુમાં આહિર, માલધારી સમાજના આસ્થાના પ્રતિક એવા ખમીરવંતા ભોજાબાપા મકવાણાની સ્મૃતિની પ્રતિમાને ફુલોથી પુષ્પવંદના કરી માલધારી દિવસ ઊજવવામા આવ્યો હતો

Comments
Loading...
WhatsApp chat