ખાનપર ગામે સ્મશાન માટે તંત્ર સામે કોણ ચલાવી રહ્યું છે આંદોલન ? જાણો

મોરબી તાલુકાના ખાનપર ગામે અનુ.જાતીના ભાઈઓ માટે સ્મશાન બનાવવા લાંબા વખતથી માંગણી કરવામાં આવી રહી છે જોકે તંત્ર દ્વારા સ્મશાન અને કબ્રસ્તાન બનાવવા માટે જમીન ફાળવણી કરતુ ના હોય જેથી ફરીથી આ અંગે રજૂઆત કરાઈ છે.

ખાનપર ગામના તમામ અનુ.જાતીના ભાઈઓ દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે ખાનપર ગામના અનુ.જાતી ભાઈઓ સ્મશાન ભૂમિના ગામતળ નીમ થવા પાંચથી છ વર્ષથી માંગણી કરી રહ્યા છે જે અંગે મહેસુલ વિભાગ અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૩૮ તથા ગુજરાત જમીન મહેસુલ નિયમો ૧૯૭૨ ના નિયમ ૭૩ (૧) ની જોગવાઈ મુજબ સ્મશાન તથા કબ્રસ્તાન માટે ગૌચર અથવા સરકારી જમીન ગામતળ નીમ કરવા અગ્રતાધોરણે આદેશ આપવામાં આવ્યો છે

છતાં આજદિન સુધી માંગણી મુજબની સ્મશાન ભૂમિ ના પ્રાંત અધિકારીનો હુકમ થયો હોવા છતાં સ્મશાન ભૂમિનો કબજો સોપવામાં આવ્યો નથી જેથી તા. ૨૪ એપ્રિલથી કોઈપણ અમારા નાણા મોટા સ્વજનનું મૃત્યુ થશે તો ડેડબોડી અમે કલેકટર કચેરી મોરબીએ રાખીશું અને જ્યાં સુધી અમારા અનુ જાતી ભાઈઓના ખાનપર સ્મશાન ભૂમિની જગ્યા ૪૦-૪૭ નો કબજો સોપવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ પણ જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat