


કેન્દ્રમાં એનડીએ સરકાર બન્યા બાદ પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને દરેક નાગરિકને અભિયાનમાં જોડાવવા આહ્વાન કર્યું હતું જોકે હજુ પણ સ્વચ્છતા અંગે એટલી જાગૃતિ જોવા મળતી નથી ત્યારે સીમ્પોલો સિરામિક દ્વારા શુક્રવારથી સ્વચ્છતા અભિયાન શરુ કરવામાં આવશે.
મોરબી સિરામિક ઉદ્યોગમાં અગ્રણી એવા સીમ્પોલો ગ્રુપ દ્વારા શુક્રવારથી સ્વચ્છતા અભિયાન શરુ કરવામાં આવશે જેમાં ફેક્ટરીના ૧૦૦ થી વધુ કર્મચારીઓ ત્રાજપર ચોકડી ખાતે સાંજે ૦૪ : ૩૦ કલાકથી અભિયાનનો પ્રારંભ કરશે જેમાં ત્રાજપર ચોકડીથી હાઉસિંગ સર્કલ સુધી રોડ રસ્તાની સફાઈ કરવામાં આવશે
જે સ્વચ્છતા અભિયાન અંગે જીલ્લા કલેકટર આર.જે. માકડિયા અને જીલ્લા એસપી જયપાલસિંહ રાઠોડ પાસેથી મંજુરી અને સહકાર મેળવીને અભિયાન શરુ કરવામાં આવનાર છે. જે સ્વચ્છતા અભિયાન વધુને વધુ વિસ્તારવામાં આવશે અને અભિયાનમાં નાગિરકો અને અન્ય સંસ્થાઓને જોડીને મોરબીને સ્વચ્છ મોરબી બનાવવાના શુભ હેતુ સાથે આજથી અભિયાન શરુ કરવામાં આવશે
સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે સીમ્પોલો ગ્રુપના ઠાકરશીભાઈ અઘારા, જીતુભાઈ અઘારા, ભરતભાઈ અઘારા તેમજ કલ્પેશભાઈ છાયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે તો વેપારની સાથે સામાજિક જવાબદારી અંગે સભાનતાનું પણ સીમ્પોલો ગ્રુપે ઉદાહરણ પૂરું પાડ્યું છે

