વાડીએથી પરત ફરતી વેળાએ યુવાન ખેડૂતનું ટ્રેક્ટર પલટી ગયું, દબાઈ જતા મોત

મોરબીના થોરાળા ગામે રહેતા યુવાનનું ટ્રેક્ટર નીચે દબાઈ જવાથી મોત નીપજ્યું છે જે અકસ્માતના બનાવની તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા મયુર પ્રભુભાઈ દેત્રોજા (ઊવ ૨૪) નામનો પટેલ યુવાન ગઈકાલે પોતાનું ટ્રેક્ટર લઈને વાડીએથી નીકળી થોરાળા ગામે પોતાના ઘેર પરત ફરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ટ્રેક્ટર પલટી મારી જતા ઊંધું પડી ગયું હતું અને ટ્રેક્ટર ચાલક મયુર દેત્રોજા નામનો યુવાન નીચે દબાઈ જતા તેનુ મોત નીપજ્યું છે

Comments
Loading...
WhatsApp chat