મોરબી : આંગણવાડી બહેનોના પગાર થયા નથી, કાયદાકીય જાગૃતિ શિબિર પર કટાક્ષ

આંગણવાડી બહેનોને ત્રણ માસથી પગાર નથી થયા : જીલ્લા પંચાયત પ્રમુખ

હાલના સમયમાં મહિલાઓ પર થતા અત્યાચાર મામલે જાગૃતિ લાવવા તેમજ મહિલાઓને કાયદાથી મળતા રક્ષણની માહિતી આપવા આજે ટાઉન હોલ ખાતે મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી

રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત મહિલાઓને પગભર બનાવવા સાથે કાયદાથી મળતા રક્ષણ અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમો યોજવામાં આવે છે જે અંતર્ગત આજે મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ટાઉન હોલ ખાતે મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી કાયદાકીય જાગૃતિ શિબિરમાં મહિલાઓ પર થતા અત્યાચાર વિષે માહિતી આપી આવા અત્યાચારો રોકવા માટે કાયદાકીય જે રક્ષણ મળે છે તેની માહિતી આપી હતી

સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ૧૮૧ અભયમ હેલ્પલાઈન, નારી અદાલત દ્વારા કેવી રીતે બહેનો આવા અત્યાચારોથી બચી સકે અને તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને બહેનોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કરાયો હતો. જાગૃતિ શિબિરમાં જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી જીલ્લા આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા

આંગણવાડી બહેનોને ત્રણ માસનો પગાર નથી મળ્યો : જી.પં. પ્રમુખ

આજે મહિલાઓને કાયદાકીય જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી જેમાં જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા ઉપસ્થિત રહ્યા હતા જેને આવી યોજનાઓની માહિતી છેવાડાના ગામની મહિલાને ના મળતો હોવાનું જણાવી સરકારી યોજનાઓ પર પ્રહાર કર્યા હતા તેમજ આંગણવાડી બહેનોને ઓનલાઈન પેમેન્ટ સીસ્ટમ કરી છે તેણે ત્રણ મહિનાનો પગાર મળ્યો નથી અને મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને દર મહીને ૧૫૦૦ નું વેતન આપે તેમાં વધારો કરવા જણાવ્યું હતું અને કોંગ્રેસના જીલ્લા પંચાયત પ્રમુખે સરકારને આડેહાથ લીધી હતી

Comments
Loading...
WhatsApp chat